આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

26 October 2013

જનરલ નોલેજ



01 વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે
Ans: જૂનાગઢ
02 રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે
Ans: સરવસણી (જિ. ખેડા)
03 ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે?
 Ans: ચાર
04 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી?
 Ans: નરસિંહ માહ્યરો (નંદાણી વિજય)
05 ‘તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ?
 Ans: દેવાનંદ સ્વામી (નંદાણી વિજય)
06 "જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?
Ans: મહા કવિ પ્રેમાનંદ
07 સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે?
 Ans: કૌથુમિય
08 ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે?
 Ans: કાનકડિયા
09 પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી
Ans: આનંદપુર (હાલનું વડનગર) (નંદાણી વિજય)
10 ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો.  
Ans: દિવ, દમણ, દાદરા અને નગર હવેલી

સર આઈઝેક ન્યૂટને તેમના સંસદના કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે પણ સંસદગૃહની બારી ખોલવા માટે તેમણે કરેલી વિનંતી હતી.(નંદાણી વિજય)
દૂરબીનની શોધ ઈ.સ. ૧૬૦૮માં થઈ હતી.
ભારતમાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જ કોલકતા ખાતે ૧૮૮૧માં કાર્યરત થયું હતું.
ભારતમાં પ્રથમ ટેલિવિઝન મથક ૧૯૫૯માં દિલ્હી ખાતે સ્થાપવામાં આવ્યું હતું.(નંદાણી વિજય)
રિગ્લી'સ ગમ નામની પ્રોડક્ટ પર પહેલી વાર બારકોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
૧૯૩૭માં નાયલોનમાંથી મોજાં બનાવવાની શરૃઆત કરવામાં આવી હતી
૧૫૮૯માં વિલિયમ લી નામની વ્યક્તિએ મોજાં તૈયાર કરવાના મશીનની શોધ કરી હતી.(નંદાણી વિજય)
બોઈંગ ૭૪૭માં ૫૭,૨૮૫ ગેલન બળતણ વપરાય છે.
હાલમાં ટાઈપિંગ માટે જે કી-બોર્ડ વાપરવામાં આવે છે તેની શોધ અને
ડિઝાઈન ૧૮૬૮માં ક્રિસ્ટોફર શોલ્સે તૈયાર કરી હતી.

વિશ્વની પ્રથમ વીડિયો ગેમ વિલી હિંગિંગબોથમ દ્વારા શોધવામાં આવી હતી
01 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે
Ans: વલસાડ
02 ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે
Ans: બાલાશંકર કંથારિયા
03 પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ?
 Ans: હિરણ
04 ગુજરાતીમાં અસ્મિતાશબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો
Ans: કનૈયાલાલ મુનશી
05 ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ?
 Ans: ત્રણ
06 ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? Ans: પપીહા
07 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના
08 ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ? Ans: લુણેજ
09 સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે? Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)
10 સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ
01 સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧
02 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ
03 ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? Ans: ગોવાલણી
04 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
05 ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? Ans: બી.આર.ટી.એસ
06 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
07 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા
08 ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી
09 પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? Ans: દૂધિયું તળાવ
10 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે, હજુ પણ પૃથ્વીના પેટાળમાં એકતાલીસ હજાર ટન સોનું સંગ્રહાયેલું છે.
વિશ્વનો સૌથી પહેલો ફોટોગ્રાફ ૧૯૨૨માં ફ્રેન્ચ ફોટોગ્રાફર જોસેફ નાઈસફોર નિપ્સીએ ખેંચ્યો હતો.
ભારતમાં રેલવે એન્જિન બનાવવાનું કામ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે.
બોઇંગ ૭૪૭ એરલાઇનર ૫૭,૨૮૫ ગેલન ફ્યુલ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે.
૧૮૬૫ની સાલમાં વરાળથી ચાલતાં વાહનોની ઝડપ કલાકના છ કિ.મી.ની રહેતી હતી.
એન્ઝો ફેરારીએ ફેરારી કંપનીની સ્થાપના કરી હતી.
પહેલી પ્રેક્ટિકલ બાઈકની શોધ ૧૮૮૫માં જર્મન સંશોધક ગોટલિએબ ડેમલરના ફાળે જાય છે.
રોકેટનો ઉદ્ભવ તેરમી સદીમાં ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.
ઘડિયાળની શોધ પીટર હેલનેને કરી હતી.
કોહીનૂરઃ
કોહીનૂર મતલબ પ્રકાશનો પર્વત. ઇતિહાસનો સૌથી જાણીતો હીરો કોહિનૂર છે. ૧૦૫ કેરેટનો હીરો જગતના સૌથી મોટા હીરાઓ પૈકીનો એક છે. હિન્દુ, મોગલો, ઇરાનિયન, શીખો, અફઘનો અને બ્રિટિશ સાશકોના હાથમાં ફર્યા પછી હવે એ હીરો રાણી વિક્ટોરિયાના ઘરેણામાં સ્થાન પામે છે.
ધ ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકાઃ
ગ્રેટ સ્ટાર ઓફ આફ્રિકા કુલિનનના નામે વધારે જાણીતો છે. ૧૯૦૫માં આફ્રિકામાં મળી આવ્યો ત્યારે તેનું વજન ૩૧૦૬.૭૫ કેરેટ હતું. આજદિન સુધીમાં કોઈ પણ ખાણમાંથી મળી આવેલો એ સૌથી મોટો હીરો છે. હીરાના કુલ ૧૦૫ ટુકડા થયા છે, જેમાંથી કુલિનન-૧ નામનો ૫૩૦ કેરેટનો હીરો સૌથી મોટો છે. અત્યારે તે બ્રિટનના શાહી ઝવેરાત સાથે ટાવર ઓફ લંડનમાં સચવાયેલો છે. (નંદાણી વિજય)
------------------------------------------------------------------------
દારયા--નૂરઃ
આ પર્શિયન શબ્દનો મતલબ પ્રકાશનો સાગર એવો થાય છે. ૮૨ કેરેટનો આ હીરો આછા ગુલાબી કલરનો હોવાથી અત્યંત દુર્લભ ગણાય છે, કેમ કે આવા કલરના હીરાઓ ભાગ્યે જ મળતાં હોય છે. ભારત લુંટવા આવેલા ઈરાનના નાદિરશાહે દિલ્હી પર આક્રમણ વખતે આ હીરો મેગલો પાસેથી મેળવેલો. આજે તહેરાન ખાતે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇરાનની ઓફિસમાં તેેન પ્રદર્શનાર્થે રખાયો છે. (નંદાણી વિજય)
------------------------------------------------------------------------
સાન્સી ડાયમંડઃ
આ હીરો પણ ભારતીય હતો અને મોગલોની તિજોરીમાં સ્થાન ધરાવતો હતો. વિવિધ માલીકો ફરી ચુકેલો હીરો ફ્રેંચ ક્રાંતિ દરમિયાન ગૂમ થઈ ગયેલો. સાન્સીના મૂળિયા વિશે જોકે કોઈ જાણકારી મળતી નથી. હાલ તો એ હીરો જોવો હોય તો ફ્રાંસના પાટનગર પેરિસ સ્થિત વિશ્વવિખ્યાત લુવ્ર મ્યુઝિયમની મુલાકાત લેવી પડે. (નંદાણી વિજય) ------------------------------------------------------------------------
સ્પૂનમેકર્સ ડાયમંડઃ
માન્યતા પ્રમાણે આ હીરો ઈસ્તંબુલના એક માછીમારને મળેલો. માછીમારને જોકે એ પથ્થરનો કટકો લાગ્યો એટલે તેના માટે રફ હીરાનું ખાસ મહત્ત્વ હતું નહીં. માછીમારને એક ઝવેરી મળ્યો જેણે માત્ર ૩ ચમચી (સ્પૂન) આપી હીરો મેળવી લીધો હતો. ૮૫ કેરેટનો એ હીરો આજે તુર્કી સરકારના કબજામાં છે અને અત્યંત જડબેસલાક સુરક્ષા વચ્ચે તેને પ્રદર્શનમાં રખાયો છે. (નંદાણી વિજય)
------------------------------------------------------------------------
ઓર્લોવ ડાયમંડઃ
આ હીરો મૂળ ભારતનો છે. દક્ષિણ ભારતમાં આવેલા રંગનાથસ્વામી મંદિરમાંથી આ હીરો કોઈ ફ્રેંચ અધિકારીએ મેળવી લીધેલો. ફરતો ફરતો એ હીરો રશિયનો પાસે પહોંચ્યો અને આખરે રશિયાના ક્રેમલિન શહેરમાંથી મળ્યો. હીરો તેના મરધીનું ઈંડુ અડઘું કાપ્યું હોય એવા આકારને કારણે પ્રખ્યાત છે. (નંદાણી વિજય)
------------------------------------------------------------------------
હોપ ડાયમંડઃ
૪૫.૫૨ કેરેટનો હોપ ડાયમંડ અત્યંત પ્રખ્યાત હીરો છે. સિમ્થસોનિયન મ્યુઝિયમમાં રખાયેલો આ હીરો બ્લુ છે અને નરી આંખે તેનો બ્લુઈશ કલર જોઈ શકાય છે. ૧૭૨૫માં બ્રાઝિલમાંથી મળી આવેલા આ હીરાના માલિકો સમયાંતરે બદલ્યા કર્યા છે. પણ જેમની પાસે હીરો હોય તેમની સાથે કશોક અણબનાવ બને એવી માન્યતા હોવાથી હવે તેને સંગ્રહાલયમાં જ રખાયો છે. (નંદાણી વિજય)
------------------------------------------------------------------------
સેન્ટેનરી ડાયમંડઃ
૧૯૮૮માં ડાયમંડની જાણીતી કંપની ડી બિયર્સ પોતાનું શતાબ્દી વર્ષ ઉજવી રહી હતી એ વર્ષે મળી આવેલો આ હીરો સેન્ટેનરી ડાયમંડ તરીકે ઓળખાય છે. મળી આવ્યો ત્યારે તેનું વજન ૫૯૯ કેરેટ હતું જેને બાદમાં કાપકૂપ કર્યા પછી ૨૭૩.૮૫ કેરેટનો બનાવાયેલો. એ વખતે હીરામાં ૨૪૭ પાસાં હતા. એ હીરો ભુત માટે કુખ્યાત ટાવર ઓફ લંડનમાં કેટલાક વર્ષ રખાયેલો. આજે ક્યાં છે, તેની કોઈને ખબર નથી અને ડી બિયર્સ હીરા વિશે કશું કહેવા તૈયાર નથી. (નંદાણી વિજય)
------------------------------------------------------------------------

ટિફની યેલો ડાયમંડઃ
આ હીરો અત્યાર સુધીમાં મળી આવેલો સૌથી મોટો પીળો હીરો છે. ૧૮૭૮માં આ હીરો દક્ષિણ આફ્રિકાની કિમ્બર્લી ખાણમાંથી મળી આવ્યો ત્યારે તેનું વજન ૨૮૪.૪૨ કેરેટ (૫૭.૪૮૪ ગ્રામ) હતું. ૨૦૦૭માં થોડો સમય આ હીરો સ્મિથસોનિયન નેશનલ મ્યૂઝિયમમાં પ્રદર્શન માટે મુકવામાં આવ્યો હતો. અમેરિકાના ઈતિહાસમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલો એ સૌથી મોટો હીરો હતો. (નંદાણી વિજ