આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

3 February 2014

ચાલો જાણીએ:: ભારતીય બંધારણનો ઇતિહાસ

☀ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા વર્ષ ૧૯૩પમાં સૌ પ્રથમ વખત બંધારણ બનાવવાની માગણી કરવામાં આવી હતી.
☀ભારત આઝાદ થયા બાદ ર૭ ઓગસ્ટ , ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી.
☀ બંધારણની રચના ખરડા સમિતિના અધ્યક્ષ ડો. બી.આર. આંબેડકર હતા. જ્યારે જવાહરલાલ નહેરુ , સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, સી. રાજગોપાલાચારી, કનૈયાલાલ મુન્શી, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે આ સમિતિના સભ્યો હતા. બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા.
☀ ભારતીય બંધારણનો એક પરિચય ☀
બંધારણ ઘડનારી સમિતિ દ્વારા ર વર્ષ , ૧૧ મહિના અને ૧૮ દિવસની મહેનત બાદ તા. ર૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણનું ઘડતર પૂરું થયું અને ર૬ જાન્યુઆરી, ૧૯પ૦ના રોજ તે અમલમાં આવ્યું.
☀ બંધારણ ઘડાયું ત્યારે તેમાં ૮ અનુસૂચિ અને રર ખંડમાં ૩૯પ કલમો હતી. અંગ્રેજી અને હિન્દી ભાષામાં તૈયાર થયેલા બંધારણના કુલ શબ્દો ૮૦ , ૦૦૦ હતા અને એ સમયે બંધારણના ઘડતરનો કુલ ખર્ચ રૂ. ૬૪ લાખ જેટલો આવ્યો હતો. બંધારણ ઘડવાના સમય દરમિયાન તેમાં ર હજારથી વધુ સુધારા કરવામાં આવ્યા હતા. ભારતને ખરા અર્થમાં પ્રજાસત્તાક એટલે કે પ્રજાની સત્તાવાળા રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરતા બંધારણમાં હાલમાં ર૪ ખંડ અને ૧ર અનુસુચિ છે તથા બંધારણના શબ્દો વધીને ૧ ,૧૭,૩૬૯ જેટલા થઈ ગયા છે.

♥ ભારતીય બંધારણની વિશેષતા ♥
☀ વિશ્વનું સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે. જે પરિવર્તનશીલ છે , તેમાં ફેરફારો શક્ય છે.
☀ ભારતને સંપૂર્ણ સાર્વભૌમ અને પ્રજાસત્તાક રાજ્ય ઘોષિત કરે છે.
☀ સ્વતંત્ર ન્યાય પાલિકાની વ્યવસ્થા છે.
☀ શાસનમાં પ્રમુખગત અને સંસદીય પ્રકારની પદ્ધતિનો અમલ છે.

♥ બંધારણમાં કયા દેશમાંથી કઈકઈ બાબતો લેવાઈ ♥
☀ ક્રમ
>>કઈ બાબત
>>કયા દેશમાંથી
☀૧ >>સંસદીય પ્રણાલી
>>બ્રિટન
☀ર >>સંસદીય વિશેષાધિકાર
>>બ્રિટન
☀૩ >>સંસદ તથા વિધાનસભા અને વિધાનસભા પરિષદની પ્રક્રિયા
>>બ્રિટન
☀૪ >>મૂળભૂત અધિકારો
>>અમેરિકા
☀પ >>સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ
>>અમેરિકા
☀૬ >>ઉપરાષ્ટ્રપતિનું પદ
>>અમેરિકા
☀૭ >>રાજ્યવ્યવસ્થા
>>કેનેડા અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩પ
☀૮ >>કટોકટી સંબંધી જોગવાઈઓ
>>જર્મની અને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ-૧૯૩પ
☀૯ >>રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
>>આયર્લેન્ડ
☀૧૦ >>નાગરિકોની મૂળભૂત ફરજો
>>સોવિયેત સંઘ
☀૧૧ >>પ્રજાસત્તાક
>>ફ્રાન્સ
☀૧ર >>સંયુક્ત યાદી
>>ઓસ્ટ્રેલિયા