આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

5 September 2014

શિક્ષક દિવસ - ૫ સપ્ટેમ્બર ૨૦૧૪. આજે શિક્ષક દિવસ છે. શિક્ષક કહેતાં ગુરુની ગરીમાનો દિવસ છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનો ખૂબ જ મહિમા છે, શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે. આવો આ દિવસે સહુ સહુનાં ગુરૂને યાદને કરીએ અને વંદન કરીએ. કારણ કે આજે આપણે જે કંઇ સફળ છીએ એમાં આપણાં ગુરૂની (શિક્ષકની) જહેમત છે.