આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

12 January 2014

આપણું ગુજરાત જોવાલાયક સ્થળો



ગુજરાત

ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યા ઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશો ને રષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધીઅને પકિસ્તાન ને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓ ને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારત નાં આર્થિક વિકાસમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.
શૈક્ષિણક સંસ્થાનો
ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળા ઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSHSEB) ના હવાલા માં આવે છે. જો કે, ગુજરાતમાંખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન(CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં 13 યુનિવર્સિટીઓ અને ચારકૃષિ યુનિવર્સિટીઓ છે.
અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ(IIM-A) મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.


વર્ષ ૨૦૦૮ માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી.
આઈ.આઈ.ટી ગાંધીનગર એ આઈ.આઈ.ટી. બોમ્બે ધ્વારા ચલાવામાં આવે છે[૧૯]. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી અત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે ચલાવામાં આવે છે. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી.
સેપ્ટ યુનીવર્સીટી આર્કિટેક્ચર ક્ષેત્રે સમગ્ર એશિયા માં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી(SVNIT), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી(DAIICT), પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી(PDPU), લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય(LDCE) અને નિરમા યુનીવર્સીટી(NIT) જેવી પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો આવેલા છે.
સૌથી મોટુ
  • જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ[૨૩]
  • જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮[૨૪]
  • પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
  • મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
  • ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
  • ડેરી: અમૂલ ડેરી, આણંદ
  • અમુલ ડેરી, આણંદ
  • મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
  • લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
  • યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
  • સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
  • સરદાર સરોવર ડેમ
  • બંદર: કંડલા બંદર
  • હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
  • શહેરઃ અમદાવાદ
  • રેલવે સ્ટેશન: અમદાવાદ
  • સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)[૨૫]
  • સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  • પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  • દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
  • ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર[૨૬]
  • વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો[૨૭]
  • મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
  • મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
  • ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો
અર્થતંત્ર
ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દૂધસાગર ડેરી એ વિશ્વની સૌથીમોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.
ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પન્નોમાં સિમેંટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે. કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝના માલિકીની જામનગર રિફાઈનરી એ વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છ
હઝીરા ઈનડસ્ટ્રીઝ વિસ્તાર
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.