આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

10 February 2014

પ્રાથમિક શિક્ષણની જવાબદારી તાલુકા પ્રા.શિક્ષણાધિકરીના શિરે...
- >> ગુણવત્તા સુધારવા ખાસ ફરજો અને સત્તાઓ...
- શિક્ષકોની બદલીઓ,- શાળા તપાસણી, -શિક્ષકોના સી.આર. ભરવા, સેવાપોથી સહિ‌તની મુખ્ય જવાબદારીઓ સોંપાશે પ્રાથમિક શિક્ષણની કથળેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલી તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નવી કેડરને તમામ મુખ્ય જવાબદારીઓ સોંપી દેવામાં આવશે. આગામી દિવસોમાં ભરતી થનાર ૨૨પ જેટલા ટી.પી.ઈ.ઓ.ને ખાસ ફરજો અને સત્તા સોંપવામાં આવશે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ અને એન.સી.ઈ.આર.ટી., દિલ્હીની ભલામણ મુજબ તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની પોસ્ટ જવાબદારીવાળી બની રહેશે. નવી નિમણૂંક મેળવનાર અધિકારીઓને શિક્ષકોની બદલીઓ, શાળા તપાસણી, શિક્ષકોના સી.આર. ભરવા, સેવા પોથી સહિ‌તની મુખ્ય જવાબદારીઓ નિભાવવાની રહેશે. અત્યાર સુધી સમગ્ર જિલ્લા સ્તરે એકમાત્ર ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસરની નિમણૂંક થતી હતી જેને જે તે જિ‌લ્લાની તમામ પ્રાથમિક શાળાઓની કામગીરી કરવાની રહેતી હતી. પરંતુ હવે, આ નવી પોસ્ટથી તે કામગીરી તાલુકા સ્તરે વહેંચાઈ જશે. જોકે તાલુકા સ્તરે નિરીક્ષણની ભૂમિકા કેળવણી નિરીક્ષકો પણ અદા કરતા હતા. ટી.પી.ઈ.ઓ.ની કચેરી તાલુકા મથકે બી.આર.સી. ભવન ખાતે બનાવવામાં આવશે. ભાવનગર જિલ્લા સહિ‌ત રાજ્યભરમાં પ્રાથમિક શિક્ષણ સ્તર છેલ્લા કેટલાક સમયથી કથળી ગયું હોવાથી શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, સર્વાંગી મૂલ્યાંકન સહિ‌તના કાર્યક્રમો અને નવી ભરતીઓ કરવામાં આવી રહી છે ત્યારે ટી.પી.ઈ.ઓ.ની નવી પોસ્ટ કેવું ઉકાળશે એ સમય જ જણાવશે. આમ પ્રાથમિક શિક્ષણની મુખ્ય જવાબદારીઓ જે જિલ્લા સ્તરે હતી તેનું વિકેન્દ્રીકરણ કરી તાલુકા કક્ષાએ રહેલા પ્રાથમિક શિક્ષણાધિકારીના શિર પર નાંખવામાં આવી છે અને આ કામગીરી અસરકારક રીતે થઈ શકે તે હેતુથી આગામી દિવસોમાં ૨૨પ જેટલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાસ ફરજો અને સત્તા સાથે ભરતી કરવામાં આવશે તેમ પરિપત્રમાં જણાવાયું છે.
આ કામગીરી કરવાની રહેશે...
->> સર્વ શિક્ષા અભિયાનના તમામ પ્રોજેક્ટ અને યોજનાઓ તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેનું મોનિટરીંગ
->> બી.આર.સી., સી.આર.સી.ની કામગીરીની તપાસ પ્રવેશ અને ગુણવત્તા માટેના કાર્યક્રમોનું મોનિટરીંગ
->> ગ્રાન્ટેડ, ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓનું સંચાલન
->> સેવાપોથીમાં નોંધ અને રજાઓની મંજૂરી
->> શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ સામે શિસ્ત વિષયક શિક્ષાત્મક કાર્યવાહી
->> પ્રાથમિક શિક્ષકોને લગતા ખર્ચની મંજૂરી