આ બ્લોગ જોવા પધારેલા તમામ મિત્રોનુ હાર્દિક સ્વાગત છે."આ બ્લોગમા શિક્ષણ ઉપયોગી માહિતી થકી મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કર્યો છે,આશા છે આપને જરૂર ગમશે."રમેશચંદ્ર પ્રજાપતિ -

14 November 2014

Happy children day

ચિલ્ડ્રન ડે સ્પેશયલ ગુજરાતી બાળ વાર્તા - પશ્ચાતાપ
----------------
અઢળક સંપતિના એક માલિકને બે પુત્રો હતા. બન્ને યુવાન હતા. નાના પુત્રે એકવાર તેના પિતાને કહ્યું "પિતાજી
મારા ભાગે આવતી મિલકતનો હિસ્સો મને આપી દો" તેના પિતા સમજદાર હતા તેમણે બન્ને ભાઈઓને તેઓના
ભાગની મિલકત વહેંચી આપી . થોડા દિવસ પછી નાનો પુત્ર પોતાની સંપતિ લઈને દૂરના દેશમાં ચાલ્યો ગયો અને
ત્યાં મોજશોખ પાછળ બધી જ સંપતિ વેડફી નાખી.
થોડા સમય બાદ તે દેશમાં તીવ્ર ભૂખમરાની પરિસ્થિતિ આવી ગઈ. નાના પુત્ર પાસે કશું જ ન રહ્યું. તે કામની શોધમાં નીકળ્યો અને એક જમીન માલિકને ત્યાં નોકર તરીકે રહેવા લાગ્યો . તે ઘેંટા બકરાંની સંભાળ રાખતો, તેમને ચરવા લઈ જતો પણ તેનો માલિક તેને કશું જ ખાવાનું આપતો નહિ. એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો . મારા પિતાના નોકરોને પણ જે જોઈએ તે ખાવાનું મળી રહેતું . જ્યારે હું તો ઘણી બધી સંપતિનો માલિક હોવ આ છતાં અહીં ભૂખે મરું છું . હું મારા પિતાને ત્યાં જઈશ . તેમની માફી માંગીશ અને કહીશ મેંખૂબ પાપ કર્યા છે હું ગુનેગાર છું તમારો અને ઈશ્વરનો . હું તમારો પુત્ર કહેવાને લાયક નથી . હું મારા પિતાને ત્યાં નોકર તરીકે કામ કરીશ અને મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ .
આમ વિચારીને તે તેના પિતાના ઘરે આવ્યા . ઘરની બહાર મેલાં-ઘેલાં કપડા પહેરેલો થાકેલો દૂબળો પાતળો યુવાન તેના પિતાએ જોયો. પ્રેમાણ પિતાની આંખ તેના પુત્રને આવી દશામાં પણ ઓળખી ગઈ.પુત્ર બોલ્યો 'પિતાજી હું ગુનેગાર છું તમારો અને ઈશ્વરનો , હું તમારો પુત્ર કહેવાને લાયક નથી ,
તેના પિતાએ તરત જ બધા નોકરોને બોલાવીને કહ્યું 'જુઓ મારા દીકરાને એક રાજકુમારની જેમ તૈયાર કરો . સુંદર વસ્ત્રો અલંકારો પહેરાવો. આખા ગામની દરેકે દરેક વ્યક્તિને જમવાનું આમંત્રણ આપો. સ્વાદિષ્ટ ભોજનની તૈયારી કરો. આજે હું બહું જ ખુશ છું.આખા ગામમા ઉત્સવ મનાવીશું. મારો દીકરો જે પહેલો મૃત :પ્રાય હતો તે આજે જીવતો થયો છે. ખોવાઈ ગયો હતો તે આજે પાછો મળી ગયો છે. પુત્ર ભાવવિભોર થી પિતાના ચરણે પડયો.